if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
શ્રી વિજયભાઈ પંડિતજી એક બહુવિધ આયામ ધરાવતું વ્યક્તિત્વ છે. જ્યોતિષ, કર્મકાંડ, વાસ્તુ અને જન્માક્ષરના ક્ષેત્રમાં એમનું નામ આદરથી લેવાય છે. ખાનદાની સંસ્કારી અને અધ્યાત્મિક કુટુંબમાં જન્મેલા પંડિતજી પાંચ ભાઈ-બેનોના પરિવારમાં ચોથું સંતાન છે. તેમના પિતાજી શાળામાં પ્રિન્સિપાલ હતા. તેમના માતુશ્રી મા જગદંબાના અનન્ય ભક્ત હતા.
શાળાના દિવસોથી જ પંડિતજીને જ્યોતિષ શાસ્ત્રમાં રસ હતો. શાળાકીય અભ્યાસક્રમ પછી તેમણે એમની રુચિને સંતોષવા જ્યોતિષનો ગહન અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેમણે ક્રમશઃ ૧૯૮૫માં જ્યોતિષ વિશારદ, ૧૯૮૮માં જ્યોતિષ શાસ્ત્રી અને ૧૯૯૦ માં જ્યોતિષ આચાર્યની પદવી પ્રાપ્ત કરી. તેમને અભ્યાસકીય ઉપલબ્ધિ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી બે વાર સુવર્ણચંદ્રક એનાયત થયા છે. એ ઉપરાંત તેમણે કાશીની સંપૂર્ણાનંદ વિશ્વ વિદ્યાલયની જ્યોતિષની પરીક્ષા તથા ગુજરાત સરકારના જ્યોતિષ વિભાગ તરફથી લેવામાં આવતી શ્રાવણ માસ દક્ષિણા પરીક્ષા પણ પાસ કરી. ત્યારબાદ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પાંચ વરસ સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી, જે દરમ્યાન તેમણે છાત્રોનો અનહદ પ્રેમ અને આદર પ્રાપ્ત કર્યો હતો.
છેલ્લા ત્રીસ વરસથી તેઓ જ્યોતિષ, કર્મકાંડ, જન્માક્ષર અને વાસ્તુ વિષયક માર્ગદર્શન આપી રહ્યા છે. દેશવિદેશમાં એમનો બહોળો પ્રસંશક વર્ગ છે. શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારો, વિધિ કરતી વખતે યજમાન અને ઉપસ્થિત શ્રોતાઓને અર્થ સમજાવવાનો સંનિષ્ઠ પ્રયાસ, તથા એમની ભાવપૂર્ણ પૂજાવિધિને કારણે યજમાનો એમની પાસેથી જ વિધિ કરાવવાનો આગ્રહ રાખે છે. પંડિતજીના સાન્નિધ્યમાં આવવું એ જીવનનો અણમોલ લ્હાવો છે.
વિશ્વના કોઈપણ ખુણામાં જન્મ થયો હોય તો પણ જે સમયે જન્મ થયો હોય તે સમયનો પ્રથમ પંચાગ બનાવી, જે તે સ્થળના યોગ્ય અક્ષાંશ રેખાંશ પ્રમાણે અને વોર ટાઈમ, સમર ટાઈમ, ડે લાઈટ સેવિંગ ટાઈમ અને ટાઈમ ઝોન પ્રમાણે જન્મનો ચોક્કસ સમય નિશ્ચિત કરી ખગોલ સિદ્ધ શુદ્ધ સુક્ષ્મ સચોટ જન્માક્ષર બનાવવામાં આવે છે. ભારત બહારના કોઈપણ દેશના ૧૦૦ % પરફેક્ટ જન્માક્ષર બનાવવામાં આવે છે. તેમજ વર્ષકુંડલી, પ્રશ્ન કુંડલી, ગોચર લગ્ન કુંડલી, વાસ્તુ કુંડલી, અષ્ટવર્ગ કુંડલી, સુદર્શન કુંડલી તથા લાલ કિતાબ જેવી વિવિધ કુંડલીઓ બનાવી આપવામાં આવે છે.
વરકન્યાના જન્માક્ષર મેળાપક * વિવિધ મુહૂર્ત * સિઝેરિયનથી બાળકનો જન્મ કરવાનો હોય તો નવજાત શિશુના જન્મ પહેલાં લાભદાયી જન્મ તારીખ અને સમય * લગ્ન અને જીવનસાથી * વિદેશગમન * સંતાનપ્રાપ્તિ * અભ્યાસમાં સફળતા * આરોગ્ય * આકસ્મિક ધનલાભ * પોલીસ કોર્ટ કચેરીની હેરાનગતિમાંથી છૂટવા * અણધારી માંદગી કે ઉપાધિમાંથી મુક્ત થવા * વ્યવસાયિક લાભ માટેનું માર્ગદર્શન * જન્મકુંડલીના ગ્રહો અને ગોચરમાં ચાલતી દશાઓને આધારે નંગધારણ માટે સલાહ * નંગમાં પ્રાણપ્રતિષ્ઠા અને મંત્રશક્તિનું સિંચન * હાથની રેખાઓ પરથી જન્મની તારીખ અને સમય * ન્યુમેરોલોજી * ટેરોટ કાર્ડ પરથી ભવિષ્ય મેળવો.
જન્મકુંડલીના અનિષ્ટ યોગોનું નિવારણ * કૃષ્ણપક્ષની દ્વિતિયા, પંચમી, ચૌદસ અને અમાસ * સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ * વિષ્કુંભ, વૈધૃતિ ને વ્યતિપાત આદિ યોગો * વિષ્ટિકરણ * ભરણી, આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ જેવા નક્ષત્રોની શાંતિ * નવચંડી, સહસ્ત્ર ચંડી કે લક્ષ ચંડી * રુદ્રી અને લઘુ રુદ્ર * ગણેશયાગ, રુદ્ર યાગ, વિષ્ણુ યાગ, લક્ષ્મી યાગ જેવા મહાયાગો * મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા * કાલસર્પ દોષ નિવારણ * મરણોત્તર ક્રિયાઓ - પિતૃ શ્રાદ્ધ અને નારાયણ બલી જેવી પૂજનવિધિઓ શાસ્ત્રોક્ત રીતે સાત્વિક અને વ્યસનમુક્ત બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.
તમારા ઘર, ઓફિસ, કે ફેક્ટરી માટે પ્લોટ/જમીનની પસંદગી * મુખ્ય પ્રવેશદ્વાર, અગાસી, ડ્રેનેજ અને મંદિર ક્યાં રાખવું એનું માર્ગદર્શન * તમારા સ્થાનની વાસ્તુકુંડલી બનાવી આર્કિટેકટના પ્લાનમાં ફેરફાર માટેનું સૂચન * ગૃહનિર્માણ તથા અંદરની બનાવટ અને સજાવટોનું માર્ગદર્શન * ઘરનાં સભ્યોની ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ માટે માર્ગદર્શન * ભૂમિદોષ, ગૃહદોષ, વાસ્તુદોષ જેવા દોષોની નિવૃત્તિ માટેના ઉપાયો * ભૂગર્ભજળ * વાસ્તુ-બાયો એનર્જી * બાયો ઈલેક્ટ્રો મેગ્નેટિક રેડિયેશન * ઈલેક્ટ્રોપેથીક સ્ટ્રેસ * શરીરની ઔરા * કલર કરેશક્શન અને મર્મ કરેક્શન * વાસ્તુ વિષયક વિવિધ વિષયોનું સચોટ માર્ગદર્શન
નોકરી, વ્યવસાય કે કૌટુંબિક સમસ્યાઓ, શાસ્ત્રોક્ત કર્મકાંડ અને પૂજનવિધિ, હિંદુ વિધિથી લગ્ન અને એનું રજીસ્ટ્રેશન, વાસ્તુ અંગે માર્ગદર્શન અને દોષનિવારણ, પોલીસ કે કોર્ટ કચેરીની સમસ્યાઓ, અણધારી આપત્તિ, આર્થિક નુકસાન, પ્રતિસ્પર્ધીઓ કે શત્રુઓ તરફથી હેરાનગતિથી બચવા અને સુખ, શાંતિ, શારિરીક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક પ્રગતિના પંથે પગલાં ભરવા આજે જ સંપર્ક કરો.