if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Shri Vijaybhai Purohit (પંડીતજી)

જ્યોતિષાચાર્ય, ડબલ ગોલ્ડ મેડલિસ્ટ (MSU)
201/B, Sneh-Sudha, Opp. Sur Sagar
Dandia Bazar, Vadodara - 390001 INDIA
Phone: +91-98252-21513
જ્યોતિષ માર્ગદર્શન
જન્માક્ષર, વર કન્યા મેળાપક, લગ્ન માટેના મુહૂર્ત, તથા મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન

જ્યોતિષ વિષયક માર્ગદર્શન

જન્મના આધાર પર રાશિઓનું નિર્ધારણ થાય છે અને રાશિ મુજબ સ્વભાવનું. જ્યોતિષ શાસ્ત્ર પોતાનામાં જ ખૂબ જ અનોખી અને અદભૂત વિદ્યા છે. કોઇ વ્યક્તિને જોયા વિના, તેને જાણ્યા વિના, તેના વિષયમાં એક-એક વાતની જાણકારી માત્ર તેની જન્મ કુંડળીના આધાર પર મેળવી શકાય છે. કુંડળી અને તમારી ડેટ ઓફ બર્થ, સમય વગેરેના આધાર પર કરવામાં આવેલી ભવિષ્યવાણી માત્ર બે વાતોથી જ ખોટી સાબિત થઇ શકે છે. પહેલી વાત જો તમે તમારા જન્મનો સમય અને તારીખ સરખી રીતે ના જાણતાં હોવ, બીજી વાત જે જ્યોતિષાચાર્યની પાસે તમે જાવ છો તેને વિદ્યાનું અલ્પ જ્ઞાન હોય. પંડીતજી પાસે તમારી હરેક સમસ્યાનું અચૂક સમાધાન મળશે. તો રાહ કોની જુઓ છો?

INR 500

15 Minute Consultation

INR 1000

30 Minute Consultation

INR 1750

1 Hour Consultation

USD 50

International (45 min)

વ્યાવસાયિક માર્ગદર્શન

તમારે માટે ધંધો ઉત્તમ રહેશે કે નોકરી? તમારે માટે કયો ધંધો સારો? ધંધો ક્યારે શરૂ કરવો? ધંધો સ્વતંત્ર કરવો કે પાર્ટનરશીપમાં કરવો? કોની સાથે કરવો? કયા નામથી કરવો? કઈ દિશામાં કે કયા શહેરમાં કરવો? ધંધામાં મૂડી રોકાણ કરવું કે નહીં? ક્યારે કરવું? ધંધો કરવો હોય તો કોના નામે કરવો? ક્યા નામે ધંધો કરવો? વિવિધ વિકલ્પો પૈકી કયો ધંધો પસંદ કરવો? ધંધામાં ખોટ ગઈ છે? ધંધામાં ચોરી થઈ છે? રૂપિયા ફસાઈ ગયા છે? પાર્ટનર વિશ્વાસઘાત કરી રહ્યો છે વ્યાપારમાં ધનવૃદ્ધિ માટેના ધાર્મિક ઉપાયો યજ્ઞ, યંત્ર, નંગ અને અનુષ્ઠાન દ્વારા આર્થિક લાભની ગેરંટી.

લગ્ન અને જીવનસાથી

તમને કોઈની સાથે પ્રેમ થશે? તમે જેને ચાહતા હો તેની સાથે તમારું લગ્ન થશે? તમે જેને ચાહતા હો તે તમને ચાહે તે માટે શું કરવું? તમારા લવ મેરેજ થશે કે એરેન્જ મેરેજ થશે? તમને કેવા જીવનસાથી મળશે? તમને જીવનસાથી ક્યારે મળશે? કઈ રાશિના મળશે? કઈ દિશામાં મળશે? તમારા જીવનસાથી તમને વફાદાર રહેશે કે નહીં? દેશમાં કે પરદેશમાં મળશે? તમારું લગ્નજીવન કેવું જશે? તેમાં કોઈ દોષ કે અવરોધ આવશે? જો કોઈ અવરોધ આવે તેમ હોય તો તેને દૂર કરવા શું કરવું? તમારા દામ્પત્યજીવનમાં ભંગાણ પડવાના કોઈ યોગ ખરા? સુખી અને સ્વસ્થ લગ્નજીવન માટે કોઈ જપ કે વ્રત કરો તો ફાયદા થશે કે નહીં? વિગેરે વિષયોનું માર્ગદર્શન મેળવવા મળો.

વિદેશગમન

તમારા જીવનમાં યાત્રા પ્રવાસ કે પરદેશ જવાના યોગ છે? વિદેશ જવાનું થાય તો એકલા જવાનું થશે કે પરિવાર સાથે જવાનું થશે? જો પરદેશ જવાનું થાય તો ક્યારે થશે? પરદેશમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે? પરદેશમાં રહેવું તમને લાભદાયી થશે કે નહીં? પરદેશ જવું જ પડે એમ હોય તો કયા સ્ટેટ કે સીટીમાં જવું? કઈ દિશામાં? તમારે માટે ધંધો અને રહેઠાણ લાભદાયી રહેશે? તમે પરદેશ ગયા પછી ત્યાં જ સ્થિર થઈ જશો કે દેશમાં પાછા ફરશો? આવા અનેકવિધ મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મેળવો.

સંતાન પ્રાપ્તિ

તમારા ભાગ્યમાં સંતાન સુખ છે કે નથી? છે તો ક્યારે છે? સંતાનની પ્રાપ્તિમાં કોઈ દોષ કે અવરોધ છે? જો હોય તો તેને દૂર કરી સંતાનપ્રાપ્તિ માટે કોઈ યોગ્ય ધાર્મિક ઉપાય કરી શકાય ? સારો પવિત્ર આત્મા તમારા ઘરમાં આવે તે માટે પ્રથમ ગર્ભાધાન સંસ્કાર ક્યારે કરવો? ચોક્કસ પુત્ર કે પુત્રી મેળવવા માટે કયા દિવસે અને સમયે દંપતિએ ભેગા થવું? શીઘ્ર, સરળ સહજ કષ્ટરહિત ડીલીવરી થાય તે માટે શું કરવું? જો સિઝેરીયનથી ડિલીવરી કરવાની હોય તો ચોક્કસ દિવસ, સમય અને વિસ્તૃત મુહૂર્ત જન્મકુંડલી રાશિ નામ અને ભવિષ્ય પહેલેથી તૈયાર કરી આપવામાં આવશે.

અભ્યાસમાં સફળતા

શું તમારો બાળક ભણશે ખરો? શું એ અભ્યાસમાં તેજસ્વી નીવડશે? તમારા બાળકે સારી વિદ્યા મેળવવા ને પરીક્ષામાં સફળ થવા શું કરવું? તે વિદેશમાં આગળ અભ્યાસ માટે પ્રયાસ કરી રહ્યો હોય તો તેને સફળતા મળશે કે નહીં? તે આઈ આઈ ટી, આઈ આઈ એમ કે આઈ એ એસ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હોય તો તેની સફળતાના ચાન્સ ખરા કે નહીં? તે આ વરસે પાસ થશે? તેના માટે કયી લાઈન સારી રહેશે - સાયન્સ, કોમર્સ કે આર્ટસ? તેના જીવનમાં અભ્યાસ થકી પ્રગતિ થશે કે કેમ? આવા અનેક મૂંઝવતા પ્રશ્નો માટે મળો.

આર્થિક ફાયદો

તમારી જન્મપત્રિકા પ્રમાણે તમારા જીવનમાં ધનયોગ કેવા છે? શું તમને કોઈના વીલ, પૈતૃક વારસાથી કે શેરબજારથી આકસ્મિક ધન લાભ થશે ખરો? તમને ધનની પ્રાપ્તિ કોના થકી થશે? કયા ધંધાથી ધન મળશે? ધનલાભ ક્યારે થશે? ધન સમૃદ્ધિ ઉત્તરોત્તર વધે તે માટે શું ઉપાય કરવા? તે અંગેનું માર્ગદર્શન.

ભાગ્યોદય

તમારો ભાગ્યોદય ક્યારે થશે? ક્યાં થશે? કોના દ્વારા થશે? શું સંતાન આવવાથી તમારું ભાગ્ય ઉઘડશે? શું લગ્ન કરવાથી તમારું ભાગ્ય પરિવર્તન થશે? શું ઉપાય કરવાથી ભાગ્યોદય થાય એમ છે? તમારા માટે કયો નંગ પહેરવો લાભદાયી? તમારે માટે કયો રંગ ઉત્તમ? તમારે કયા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ? કયો વાર તારીખ માસ વર્ષ લાભદાયી છે? તમારા ઘરનો, ફોનનો, વાહન કે કારનો કયો નંબર લાભદાયી રહેશે? શું તમારું નામ કે તમારી સંસ્થા , દુકાન કે ઓફીસનું નામ તમારા માટે લાભદાયક છે? આવા અનેક પ્રશ્નોનું માર્ગદર્શન.

પોલીસ કોર્ટ કચેરી

તમારા શત્રુઓ, ધંધાકીય હરિફો, પ્રતિસ્પર્ધીઓ, શાહુકારો અને અમલદારો તરફથી પોલીસ, કોર્ટ કચેરી અને સતત હેરાનગતિમાંથી કેવી રીતે મુક્તિ મળે. જો તમને કોઈ કેસમાં વિના કારણ ફસાવી દેવામાં આવ્યા હોય તો તેમાંથી કેવી રીતે છૂટવું, પોલીસ પકડી જાય અથવા જેલ થાય એમ હોય તો બચવા અને તમારા આગોતરા રક્ષણ માટે શું કરવું જો તમે જેલ કે કોઈ કેસમાં ફસાયા હોય તો તે બંધનમાંથી મુક્તિ મેળવવા માટેના ઉપાયોનું માર્ગદર્શન.

માંદગી અને આરોગ્ય

શું તમે કે તમારા ઘરમાં કોઈ અસાધ્ય ગંભીર જટીલ લાંબી માંદગીથી પીડાય છે? તેમને સારા આરોગ્યની પુનઃ પ્રાપ્તિ ક્યારે થશે? તેઓ દુઃખમાંથી મુક્ત થશે? તેમને પીડાદાયક દેહબંધનમાં મુક્ત કરવા માટે શું કરવું? તમારા બાકીના જીવનમાં શારીરિક તંદુરસ્તી કેવી રહેશે? તમારું આયુષ્ય કેટલું? અંતિમ સમયે તમારી સ્થિતિ અને ગતિ કેવી રહેશે? વિગેરે વિષયોનું માર્ગદર્શન આપવામાં આવશે.

અણધારી ઉપાધિઓ

જીવનમાં બધા જ દિવસો એક સરખા પસાર નથી થતાં. જીવનમાં આવતી ઓચિંતી અણધારી માંદગી ખૂબ કષ્ટદાયક, અસાધ્ય, દીર્ઘકાલ પર્યંત ચાલનારી અને ખર્ચાળ હોય છે. તેથી પેશન્ટ અને તેમના સ્વજનો ખૂબ હેરાન થતા હોય છે. તેવા મહારોગની પીડા, ઓપરેશન, અકસ્માત, ઘાત, અપમૃત્યુ જેવી આકસ્મિક ઘટનામાં શું કરવું? ઘરમાં અશાંતિ, ઉપાધિ કે ક્લેશ રહ્યા કરે તો શું કરવું? તમે અથવા તમારા પરિવારના સભ્યો કોર્ટ કેસ, પોલીસ કેસ, જેલ યોગ, બંધન, અસાધ્ય માંદગી કે દેવાના ડુંગર નીચે દબાયેલાં છે ચિંતામાં છે તેમાંથી મુક્ત થવા માટે શું કરવું? પાર્ટનરથી વિશ્વાસઘાત થયો છે, ધંધામાં ખોટ ગઈ છે દેવુ થઈ ગયું છે માલ વેચાતો નથી પ્રોડક્શન થતું નથી બધામાંથી બહાર નિકળવું છે તો શું કરવું? વિગેરે અંગે માર્ગદર્શન.

શુ તમારે તકલીફોમાંથી છૂટકારો મેળવવો છે?

શું તમને એવું લાગે છે કે ઘણી મહેનત કરવા છતાં તેનું ફળ નથી મળતું? શું તમારી પર મુશ્કેલીઓના પહાડ તૂટી પડ્યા છે? શું તમારા ઘરમાં કાયમ માંદગી રહ્યા કરે છે? તમને ઘર, ઓફીસ અને ફેક્ટરીથી સંતોષ નથી મળતો? જો આ પ્રશ્નોનો ઉત્તર હા હોય તો જરૂરથી સંપર્ક કરો અને માર્ગદર્શન મેળવો.

સંપર્ક કરો

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.