if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;
શાસ્ત્રોમાં બતાવેલા વિવિધ કર્મકાંડ અને પૂજાવિધિનો હેતુ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે છે. કર્મ કાંડ કરવાથી જીવની આત્મ શુદ્ધિ થતાં અને જાણતા/અજાણતા થયેલ દોષો દૂર થતાં શરીર બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. પૂજાવિધિ કરવાથી દેવતાઓ પ્રસન્ન થઈ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે છે. અને પિતૃઓ આશીર્વાદ આપી શ્રદ્ધાવાળી સંતતિ અપાવે તથા આપણી પ્રગતિમાં સહાયક થાય છે. આવા શાસ્ત્રોક્ત કર્મકાંડ અને પૂજનવિધિઓ પાંચ પ્રકારે - જપાત્મક, પાઠાત્મક, હોમાત્મક, પુરશ્ચરણાત્મક, તથા મહાયાગ - દ્વારા કરવામાં આવે છે.
અમારે ત્યાં શાસ્ત્રોક્ત-વેદોક્ત પદ્ધતિ પ્રમાણે શ્રદ્ધા અને શાંતિપૂર્વક સાત્વિક નિર્વ્યસની બ્રાહ્મણ દ્વારા સંપૂર્ણ ધાર્મિક કર્મકાંડ, ષોડશ સંસ્કારો જેવા કે ગર્ભાધાન, પુંસંવન, સીમન્ત, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૌલ, ઉપનયન, વેદવ્રત ચતુષ્ઠય (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) કેશાંત, સમાવર્તન, વિવાહ સંસ્કાર (અશ્વત્થ વિવાહ, કુંભ વિવાહ, વિષ્ણુ વિવાહ, અર્કવિવાહ ) કરાવવામાં આવે છે.
અમારે ત્યાં પંચાયતન દેવયાગ, ગણેશયાગ, રુદ્રયાગ, દેવીયાગ, વિષ્ણુયાગ, ગાયત્રીયાગ, દત્તયાગ, સોમયાગ, ઈન્દ્રયાગ, વરુણયાગ, નવચંડી, શતચંડી, સહસ્ત્રચંડી, રુદ્રાભિષેક, લઘુરુદ્ર, મહારુદ્ર, રુદ્રસ્વાહાકાર, વાસ્તુશાંતિ તથા દેવ-દેવીઓ અને સદગુરુની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા તથા ધાર્મિક સમાજીક વાર્ષિક ઉત્સવોના પૂજન તેમજ વ્રત-ઉપવાસોના ઉદ્યાપનો કરવામાં આવે છે.
કળિયુગમાં ગણેશજી સર્વશ્રેષ્ઠ દેવ કહેવાયા છે, અને તેથી તેઓ અનંત ફળના દાતા છે. દરેકે દરેક મુશ્કેલીમાં પડેલા અને દરેક કાર્યમાં વિઘ્નો આવતાં હોય તેવાં મનુષ્યોએ બધાં જ વિઘ્નોની નિવૃત્તિ માટે શ્રી ગણેશ યજ્ઞ કે શ્રી ગણેશ મહાયાગ કરવો જોઈએ, એથી એની ફળશ્રુતિ તરીકે ભગવાન ગણેશજી આ લોકમાં ધનધાન્ય આદિથી પૂર્ણ તો કરે છે જ પણ આ શરીર છૂટ્યા પછી પોતાના ભક્તોને પરમ પાવન દિવ્ય ધામ પ્રદાન કરે છે.
સૂર્ય યાગ મનુષ્યના બધા રોગોને મટાડે છે. બધી મનોવાંચ્છિત ઈચ્છાઓને પૂર્ણ કરે છે. સૂર્ય યજ્ઞના અનુષ્ઠાનથી કુષ્ઠ રોગ, ટીબી, ક્ષય આદિ મહારોગોની શાંતિ થાય છે. દાદ, ખાજ, ખુજલી, ફોડે, ફુણસી જેવા, માથાના બધા જ રોગો, આંખ-કાન-નાક-ગળ, નાનું-મોટું મગજ બ્રેઈન ટ્યુમર, બ્રેઈન હેમરેજ, ટોન્સીલ, થાઈરોઈડ, વા નો રોગ વગેરે દૂર થવામાં સહાયતા મળે છે. સૂર્યયાગના અનુષ્ઠાન કે પુરશ્ચરણથી જ્વર, શૂલ તથા ક્ષય નષ્ટ થવામાં તથા હાર્ટ અને હાડકાના રોગો જેવા અનેક રોગોમાં રાહત મળે, એમાં કોઈ શંકા નથી.
આ સંપૂર્ણ સચરાચર ત્રૈલોક્ય એ ગ્રહોથી વ્યાપ્ત છે. અને તેથી જ જો નવગ્રહ દેવતા સંતુષ્ટ અને પ્રસન્ન થાય તો તેઓ રાજ્ય વૈભવ, સુખ-શાંતિ-સમૃદ્ધિ-યશ-પ્રતિષ્ઠા- સત્તા, અધિકાર, સ્ત્રીપુરુષ કુટુંબ પરિવાર ગાડી અને લાડી બધું જ પ્રદાન કરે છે. અને જો નવ ગ્રહ દેવતા નારાજ થયા તો ઉપરોક્ત બધું જ સુખવૈભવ છીનવી પણ લે છે. માટે નવગ્રહ યજ્ઞ કરવો જોઈએ. યજ્ઞ દ્વારા પ્રસન્ન થયેલા દેવો તનમાં-મનમાં અને ઘરમાં શાંતિ પ્રદાન કરે છે. એમની પ્રસન્નતાથી મનુષ્ય શરીરમાં, વાહનોમાં, ઘરમાં બધે જ સુખશાંતિ વિરાજે છે. મનુષ્ય અને એનાથી નિમ્ન કોટિના બધા જ જીવો ગ્રહાધીન છે. સૃષ્ટિનું પાલન કે સંહાર પણ ગ્રહોને લીધે છે. ગ્રહાત્મ લક્ષહોમથી મનુષ્યની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે અને તે આઠસો કલ્પ સુધી વસુ, આદિત્ય, મરુદ ગણ વગેરે દ્વારા શિવલોકમાં પૂજાયેલો થાય છે. ત્યાર પછી તે મોક્ષપદ પ્રાપ્ત કરે છે. (અગ્નિપુરાણ)
જેમને ધનની ઈચ્છા છે અથવા જે પોતાની જન્મકુંડલીમાં રહેલા અશુભગ્રહ, પાપ અને ક્રૂર ગ્રહો, મારક ગ્રહ, બાધક ગ્રહ અને હાનિકારક રોગ-શત્રુ-દેવું કરાવનારા ગ્રહો, આધિ-વ્યાધિ-ઉપાધિ ઘાત-આઘાત-વિશ્વાસઘાત, અપમૃત્યુ, અકસ્માત, ઓપરેશન કરાવનારા ગ્રહો અને પોલીસકેસ, કોર્ટકેસ નાણાંનો દૂર્વ્યય અને બંધનમાં લાવનાર ગ્રહોની પીડાથી મુક્ત થવા માંગતા હોય તેમણે આ યજ્ઞ કરવો જોઈએ. વરસાદ, આયુષ્ય, આરોગ્યની પ્રાપ્તિ માટે, બાળક જન્મીને મરી જતા હોય તેવી સ્ત્રી માટે, સત્તા પરથી પદચ્યુત થયેલા હોય તેણે પુનઃ સત્તાની પ્રાપ્તિ માટે, જેમને મહા અને દીર્ઘ રોગો થયા હોય અને સુદૃઢ આરોગ્ય ઈચ્છતા હોય, તેમણે નવગ્રહ યજ્ઞ કરવો જોઈએ. પ્રસન્ન થયેલ નવ ગ્રહો આયુષ્ય, વિદ્યા, અને સુખ ઉપરાંત ધર્મ-અર્થ-કામ પ્રદાન કરે છે. શત્રુઓનો નાશ તથા રાજાઓમાં સન્માન આપે છે. (શાંતિ ચિંતામણી)
કોટી યજ્ઞ આયુષ્યની વૃદ્ધિ, ગ્રહ વગેરેની શાંતિ માટે સર્વ પ્રકારના અનિષ્ટો અને રાજામહારાજાઓના મહાન ઉત્પાતોને વિનિષ્ટ કરવાવાળો કોટી યજ્ઞ છે, એટલે પોતાની શક્તિ ને સામર્થ્ય પ્રમાણે પુષ્ટિની વૃદ્ધિ કરવાવાળો કોટી હોમ, લક્ષ હોમ અતવા અયુત હોમ દર વર્ષે કરવો જોઈએ. આ યજ્ઞથી ધનના અભિલાષીને ધન, પુત્રની કામનાવાળાને પુત્ર, તદનુસાર આદર્શ સુંદર પતિ કે પત્નિ, રાજાને રાજ્યસત્તા, લક્ષ્મીના કામનાવાળાને ધન પ્રાપ્ત થાય છે. સકામ યજ્ઞ કરનારની યથેચ્છા કામનાઓ સંપૂર્ણ થાય છે પરંતુ જે નિષ્કામ ભાવે કોટી હોમ કરે છે તેમને તો પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે. વળી ગ્રહોની પીડા અને બંધુજનોનો ક્ષય થતો નથી. જે ઘરમાં યજ્ઞનારાયણ હોય છે તે ઘરમાં રોગ, પીડા, શોક, સંતાપ, દરિદ્રતા ક્લેશ નથી હોતા. સમસ્ત પ્રકારના બંધન અને પાપ રાશિઓના સમુહનો નાશ કરે છે. ભોગ અને મોક્ષ બંને પ્રદાન કરે છે. રાજ્ય કે રાષ્ટ્રની અભિવૃદ્ધિ કરે છે. ભવિષ્યમાં તેમના રાજ્યમાં આવનારા ઉત્પાતો, ભૂકંપો, અતિ ને અનાવૃષ્ટિ રૂપી અનેક ચિંતાઓ અને સમસ્ત ભયમાંથી મુક્ત કરે છે. જે બધા અરિષ્ટોને દૂર કરનાર આ કોટી હોમ કરે છે તેની બધી ઈચ્છા પૂર્ણ થાય છે અને અંતે શુદ્ધ અંતઃકરણવાળો થઈને ઈન્દ્રલોકને પ્રાપ્ત કરે છે.
શ્રી રામચંદ્રનો યજ્ઞ બધા સાધકોનો સાધક છે અર્થાત્ ઉપાય છે. એનાથી ધર્મ-અર્થ-કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને શારીરિક, માનસિક સંતુષ્ટિ અને પુષ્ટિ મળે છે. આ યજ્ઞ મહાસિદ્ધઓ આપનારો પુણ્યપ્રદ, કામનારૂપ ફળ આપનારો છે. તરત જ બધા પ્રકારના અરિષ્ટોને હરનારા અને ઉપદ્રવોનો નાશ કરનારો, માનસિક વ્યથા ને શારીરિક વ્યાધિ હરનારો છે તથા મનોવાંચ્છિત સિદ્ધ કરવામાં સર્વશ્રેષ્ઠ છે. તે પુત્રપૌત્રાદિ સુખ આપનારો અને બલવીર્યની અભિવૃદ્ધિ કરનારો છે. આ રામયજ્ઞ રાજ્યભ્રષ્ટ રાજાને રાજ્ય, નિર્ધનને ધન આપનારો, અકાળ કાળમાં વૃષ્ટિ કરનારો, મોટા ઉત્પાતોના નિવારણ કરનારો છે. જે પણ કોઈ મુમુક્ષુ હોય તેને મોક્ષ આપનારો, ગતિવિહીન ને ગતિ દેનારો અને દિશા-ધ્યેય-લક્ષ્યવિહીનને ધ્યેય આપનારો છે. મોટા મોટા સંકટના સમયમાં અતિ સંતપ્ત ચિત્તદશા વાળાને સુખ શાંતિ નિર્ભયતા આપનાર છે. ત્રણેય લોકમાં રામયજ્ઞ સમાન ગતિ, રામયજ્ઞ જેવું કર્મ નથી. રામયજ્ઞ જેવું પુણ્યફળ નથી. સંસારરૂપી વ્યાધિથી દુઃખી તમે બધી જ યાત્રાઓ કર્યા વગર પ્રયત્નપૂર્વક બધા કઠિન વ્રતો તપો સહન કર્યા વિના શાસ્ત્રો ને વેદોના અધ્યયન વિના પણ મનગમતી સિદ્ધિઓ મેળવવા બાહ્યાભ્યંતર શત્રુઓના વનાશ માટે રામયજ્ઞનનો આશ્રય લઈને નિઃસંશય રીતે કાર્ય સિદ્ધ કરી શકાય છે. બધા કર્મોમાં યજ્ઞકર્મ ઉત્તમ છે. યજ્ઞોમાં રામફલનું ફળ ઉત્તમ છે, સર્વાધિક છે. એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. न हि रामात्परो मरवः। (પદમપુરાણ પાતાલખંડ-३५।४घ)
ગાયત્રી મંત્રના જાપ, હોમ, અનુષ્ઠાન, પુરશ્ચરણથી અથવા ગાયત્રી યજ્ઞના હવનથી ગ્રહો જો નિર્બળ, અસ્તના, વક્રી કે ઘાતક, મારક, બાધક હોય, ગોચર ગ્રહો પ્રતિકૂળ હોય તો તે અનુકૂળ થાય છે. ગાયત્રી સાધના કરનાર સાધકની ઉપર બધા જ ગ્રહો, દેવી દેવતાઓ, ઋષિઓ, સંતો પ્રસન્ન થઈને સુખ, શાંતિ, પ્રેમ, આશીર્વાદ વરસાવે છે.
મહા મૃત્યુંજય યજ્ઞ કરવાથી સમસ્ત ગ્રહજનિત પીડાઓ, મહારોગો, અસાધ્ય ને દીર્ઘકાળપર્યંત ચાલનારા રોગો દૂર થાય છે. ભાઈ-બંધુઓના વિયોગ દૂર કરવા, મહામારી રોગોમાંથી મુક્ત થવા, રાજ્યભંગ, ધનહાનિ, અપમૃત્યુના યોગ, ધર્મનો નાશ થતો અટકાવવા, જનક્લેશ થતો અટકાવવા માટે મહામૃત્યુંજય યજ્ઞ કરવો. આ યજ્ઞ થકી સુદૃઢ આરોગ્ય અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે.
જ્યારે જીવનમાં મહાસંકટ ઉત્પન્ન થાય, અસાધ્ય રોગમાં, જાતિભ્રષ્ટતામાં, કૂળ કે વંશ નાશ થવાની તૈયારીમાં હોય, ચારે બાજુથી શત્રુઓ વધતાં જતા હોય કે શત્રુઓથી ઘેરાયેલા હોય, ટીબી, કેન્સર, હાર્ટએટેક, કોમા, મગજની બિમારી, કીડની લિવર જઠરના રોગ હોય, વિભિન્ન પ્રકારના ઉત્પાતમાં અને નાના કે મોટા જાહેર કે ગુપ્ત પાપકર્મોમાં પ્રયત્નપૂર્વક માતાજીનો શતચંડી (ચંડીપાઠના ૧૦૦ પાઠ) કે સહસ્ત્રચંડી (ચંડીપાઠના ૧૦૦૦ પાઠ) યજ્ઞ કરવો જોઈએ. શતચંડી કે સહસ્ત્રચંડી યજ્ઞને કરાવવાથી પરમ આત્મકલ્યાણ અને બાહ્ય અને અભ્યંતર રાજ્યની વૃદ્ધિ અને સુખાકારી, પરમશાંતિ, પરમ આનંદ પ્રાપ્ત થાય છે. શતચંડી યજ્ઞ કરાવવાથી મનના મનોરથો, આકાંક્ષા અને અભિલાષાઓ પૂર્ણ થાય છે. દુર્ગાના રૂપમાં સ્વયં લક્ષ્મીજી પોતે આવીને સ્થિરરૂપમાં નિવાસ કરે છે. જેમની કૃપાથી માનવ સમસ્ત મનોરથો, કામનાઓને ભોગવીને મુક્તિને પ્રાપ્ત કરે છે. સમસ્ત સિદ્ધિઓ સિદ્ધ થઈ જાય છે. (વારાહી તંત્ર)
બ્રાહ્મણો તેમજ શિવઉપાસકો માટેનો શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ પાઠ એટલે રુદ્રી. રુદ્રાભિષેકમાં વૈદિક મંત્રોના શ્રવણ અને મંદિર ની ઊર્જાથી સાધક તન્મય થઈ જતો હોઈ સાધકમાં શિવ તત્વ નો ઉદય થાય છે. રુદ્રી વિશે કહેવાય છે કે 'રુત દ્રાવ્યતિ ઈતિ રુદ્ર' એટલે કે તે રુત એટલે કે દુઃખ અને દુઃખનું કારણ તેને જે દૂર કરે છે , તે રુદ્ર છે .અને આવા શિવના રુદ્ર સ્વરૂપને પ્રસન્ન કરવા માટેની સ્તુતિ એ રુદ્રી.
વેદોમાં રુદ્રી અંગે ના જે મંત્રો છે, તેને શુક્લ યજુર્વેદીય, કૃષ્ણ યજુર્વેદીય, રુગ્વેદીય મંત્રો કહે છે. સૌરાષ્ટ્ર - ગુજરાત માં શુક્લ યજુર્વેદીય રુદ્ર મંત્રો વધારે પ્રચલિત છે. રૂદ્રની આ સ્તુતિ - રુદ્રીમાં મુખ્ય આઠ અધ્યાય હોવાથી તેને અષ્ટાધ્યાયી કહે છે. આ સ્તુતિમાં રુદ્રની જે મુખ્ય આઠ મૂર્તિઓ છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા. તેના સ્વરૂપોનું વર્ણન છે . સ્થૂળ રીતે પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ, બીજામાં ભગવાન વિષ્ણુની સ્તુતિ, ત્રીજામાં ઈન્દ્રની સ્તુતિ, ચોથામાં સૂર્યદેવની સ્તુતિ અને પાંચમો અધ્યાય જે હાર્દ મનાય છે તેમાં રુદ્ર ની સ્તુતિ છે. છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ, સાતમા અધ્યાયમાં મરૂત દેવતાની સ્તુતિ અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે. શિવલિંગ પર અભિષેક કરતા આ આઠે - આઠ અધ્યાય બોલી શકાય છે પાંચમો અધ્યાય કે જે આ સ્તુતિનો મુખ્ય ભાગ છે, તેમાં ૬૬ મંત્ર છે . એકથી ચાર અધ્યાય ત્યારબાદ પાંચમા અધ્યાયનું અગિયાર વખત આવર્તન અને ત્યારબાદ છ થી આઠ અધ્યાયના પઠનથી એક રુદ્રી થઈ ગણાય.
જે પણ તિથિએ જે વ્યક્તિનું મૃત્યુ થયુ હોય એ તિથિના દિવસે સંબંધિત વ્યક્તિનું શ્રાદ્ધ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે શરીર નાશ પામ્યા પછી પણ આત્મા અજર-અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનિયોમાં વિચરણ કરે છે. પુણ્યનુ ફળ સ્વર્ગ અને પાપનુ ફળ નર્ક હોય છે. નર્કમાં જીવાત્માને ખૂબ યાતનાઓ ભોગવવી પડે છે. પુણ્યાત્મા મનુષ્ય યોનિ અને દેવયોનિને પ્રાપ્ત કરે છે. આ યોનિયો વચ્ચે એક યોનિ હોય છે એ છે પ્રેત યોનિ. પિતૃ યોનિ પ્રેત યોનિથી ઉપર છે અને પિતૃલોકમાં રહે છે.
ભાદ્રપદની પૂર્ણિમાથી અશ્વિન કૃષ્ણ અમાસ સુધી સોળ દિવસ સુધીનો સમય સોળ શ્રાદ્ધકે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શાસ્ત્રોમાં દેવકાર્યોથી પૂર્વ પિતૃ કાર્ય કરવાની સલાહ આપવામાં આવી છે. શ્રાદ્ધમાં ફક્ત પિતૃ જ નહી પરંતુ સમસ્ત દેવોથી લઈને વનસ્પતિઓ પણ તૃપ્ત થાય છે. શ્રાદ્ધ કરનારનુ સાંસારિક જીવન સુખમય બને છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવી માન્યતા છે કે શ્રાદ્ધ ન કરવાથી પિતૃક્ષુધાથી ત્રસ્ત થઈને પોતાના સગા સંબંધિઓને કષ્ટ અને શાપ આપે છે. પોતાના કર્મો મુજબ જીવ જુદી જુદી યોનિયોમાં ભોગ ભોગવે છે. જ્યા મંત્રો દ્વારા સંકલ્પિત હવ્ય-કવ્યને પિતર પ્રાપ્ત કરી લે છે.
નારાયણ બલી વિધિ મૃત્યુ પામેલ વ્યક્તિ દ્વારા જયારે કોઈ વ્યક્તિને શારીરિક દર્દ અથવા તો કોઈક બીજી ઉપાધી હોય ત્યારે કોઈ પિતૃ તરફથી આ ઉપાધી છે એવું જાણવામાં આવે તો પિતૃઓને ઉદ્દેશીને નારાયણ બલી કરાય છે.આ નારાયણ બલી શ્રાદ્ધ ચાણોદ,સિદ્ધપુર કે તાપીતટ જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં જ કરવામાં આવે છે.આ નારાયણ બલી દ્વારા પિતૃ દોષ ની નિવૃત્તિ સાથે પિતૃઓ ની શાંતિ કરી તેમની કૃપા મેળવવા માટે જ કરવામાં આવે છે.જો કોઈ સબંધી નું આપણી જાણ બહાર મૃત્યુ થયું હોય અને ઘણો સમય વીતી જવા છતાં પણ તેની ક્રિયા કરવાની રહી ગઈ હોય તો પહેલા નારાયણ બલી કર્મ કરી શેષ ક્રિયા કરાવી જોઈએ.આ નારાયણ બલી કરવાની વિધિમાં અગિયારમાની નારાયણ બલી કરતા થોડો વધારો અને ફેરફાર પણ હોય છે.
એક એવો યોગ છે જે જાતકના પૂર્વ જન્મના કોઈ અપરાધ કે દંડ કે શ્રાપના ફળસ્વરૂપ તેની જન્મકુંડળીમાં જોવા મળે છે. જ્યારે કુંડળીમાં સાત ગ્રહ રાહુ અને કેતુ વચ્ચે હોય તો તે ઘાતક કાલસર્પ યોગ બને છે. તેમા વ્યક્તિ આર્થિક અને શારીરિક રૂપે પરેશાન તો થાય છે સાથે જ સંતાન સંબંધી કષ્ટ પણ રહે છે. તેને હંમેશા આર્થિક સંકટ ઘેરી લે છે. તેને અનેક પ્રકારના રોગ સતાવતા રહે છે. બનતા કામ બગડી જાય છે કે પછી તેમા અવરોધ ઉભો થાય છે. આવી વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળે છે.
જો કાલસર્પ યોગનો પ્રભાવ કોઈ જાતક માટે અનિષ્ટકારી હોય તો તેણે જીવનમાં સફળતા માટે આનો ઉપાય જરૂર કરવો જોઈએ. કાલ સર્પ યોગના ઉપાય માટે શ્રાવણનો મહિનો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની નાગ પૂજાનો દિવસ અર્થાત નાગપંચમીના દિવસે કાલસર્પ દોષ શાંતિ માટે નાગ અને શિવની વિશેષ પૂજા અને ઉપાસનાથી જીવનમાં આવી રહેલ અવરોધો નિશ્ચિત રૂપે દૂર થાય છે. કાળ સર્પ યોગથી પીડિત જાતકને યથાસંભવ આ સ્થાન પર જઈને દર્શન પૂજા અર્ચના કરવી જોઈએ.
શાસ્ત્રમાં સ્ત્રીસમાગમના ત્યાજ્ય દિવસો કહ્યા છે જેમ કે ઋતુ દર્શન થકી ૪ દિવસ, ૪, ૬, ૮, ૯, ૧૧, ૧૪ અને પૂનમ, અમાસ, તિથિ ગડાંત, લગ્ન ગડાંત, માતૃપિતૃ નિધન દિવસ (શ્રાદ્ધ દિવસ), જન્મ નક્ષત્ર, જન્મ તિથિ, જન્મ વાર, મુળ, અશ્વિની, રેવતી, ભરણી, મઘા નક્ષત્ર સંધિ, વૈઘૃતિ,વ્યતિપાત, ગ્રહણનાં દિવસો, ત્રિકાળ સંધિ, વ્રતના, યજ્ઞના, ઉપાસનાનાં દિવસે, નવરાત્રિ, શ્રાદ્ધના દિવસો વગેરે. આવા અયોગ્ય દિવસે કરેલા ગર્ભાધાનના ફ્ળ સ્વરુપ અનિષ્ટ કાળે બાળકનો જન્મ થાય છે. આવા બાળકો - માતા પિતા તથા બાળક ત્રણેને કષ્ટકારક છે, અને એના આર્થિક, શારિરીક, માનસિક, દૈવિક, પ્રાકૃતિક, ભૌતિક, આઘ્યાત્મિક કષ્ટો સહુએ ભોગવવા પડે છે. અમારે ત્યાં જન્મકુંડલીમાંના આવા અનિષ્ટ યોગોના નિવારણ માટે વિવિધ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સાત્વિક બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે.
જો તમારો જન્મ નીચેના અશુભ યોગોમાં થયો હોય જેમ કે કૃષ્ણ ચતુર્દશી, અમાવાસ્યા, સિનીવાલી કુહુશાંતિ, ક્ષયતિથી, ગ્રહોની સંક્રાતિ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, પુષ્યનક્ષત્ર ૨-૩, આશ્લેષા, મઘા-૧, ઉત્તરાષાઢા-૧, ચિત્રા ૧-૨, વિશાખા-૪, જયેષ્ઠા-મૂલ, પૂર્વાષાઢા-૩, માતાપિતાના, મોટા ભાઈ-બહેનના જન્મનક્ષત્રમાં જન્મ વ્યતિપાત, વૈધૃતિપાત, મહાપાત, ભદ્રા તથા ગડાંતશાંતિ
તિથિગંડાત - ૫-૬, ૧૦-૧૧, ૧૫-૧ કે ૩૦-૧ના સંધિકાળની પાછળ આગળની એક ઘડીનો તિથિગંડાત
નક્ષત્રગંડાત - રેવતીની ૨ ઘડી, અશ્વિની ૨ ઘડી, આશ્લેષાની ૨ ઘડી, મઘાની ૨ ઘડી, જયેષ્ઠની ૨ ઘડી, મુળની શરૂની ૨ ઘડી
લગ્નગંડાત - કર્ક લગ્નની છેલ્લી અને સિંહ લગ્નની પહેલી ૧ ઘડી વૃશ્ચિકની છેલ્લી અને ધનુ લગ્નની પહેલી ૧ ઘડી, યમલજનનશાંતિ, જોડકા બાળકનો જન્મ, ત્રિકપ્રસવ (ત્રણ કન્યા પછી પુત્ર ને ત્રણ પુત્ર પછી ચોથી કન્યા) સદંત જન્મ, યમઘંટ દગ્ધ-શુળયોગ, મૃત્યુયોગ, વિષઘડી વિગેરેની શાંતિ.
પિતૃશાંતિ, નારાયણબલી, નાગબલી, કાકબલી, પ્રેતબલી, ભૂતબલી, કાલસર્પદોષ, પિતૃદોષ
જન્માક્ષરમાં વૈધવ્ય-વિધુરયોગ-વિષયોગ, વંધ્યત્વ, દરિદ્રતા, આકસ્મિક માંદગી અને અપમૃત્યુ જેવા અશુભ યોગોના ફળ હળવા કે દૂર કરવા માટે તથા નવગ્રહોની શાંતિ માટે ગ્રહોના હોમ કે જે તે ગ્રહના દેવ-દેવીના ચોક્કસ ને પ્રમાણિક રીતે મંત્રજપ કરાવવા. સંતાન પ્રાપ્તિ, કાર્યસિદ્ધિ, રોગ નિવારણ, અશુભ તાંત્રિક કે મેલી વિદ્યાના દોષનિવારણ માટેની વિધિઓ અને મંત્રજપ, એ અનુષ્ઠાન કે પુરશ્ચરણ જેવા વિભિન્ન કાર્યો ઉત્તમ રીતે શ્રદ્ધા ને સંતોષપૂર્વક દેવ, અગ્નિ બ્રાહ્મણ અને આપની ઉપસ્થિતિ કે સાક્ષીમાં કરવામાં આવે છે.
આ પ્રયોગ મુખ્યત્વે અમાસના દિવસે જન્મેલા જાતકો માટે છે. આ એક એવો દોષ છે જે માણસ ને જીવનપર્યંત હેરાન કરે છે. જયારે પણ અમાસ આવે ત્યારે શિવ પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે. અમાસ સૂર્ય અને ચંદ્ર ના સંયોગથી થાય છે. જેથી આ પૂજામાં સૂર્ય અને ચંદ્રની પૂજા અને આહુતિ અપાય છે.
શાસ્ત્રમાં સ્ત્રીસમાગમના ત્યાજ્ય દિવસો કહ્યા છે જેમ કે ઋતુ દર્શન થકી ૪ દિવસ, ૪, ૬, ૮, ૯, ૧૧, ૧૪ અને પૂનમ, અમાસ, તિથિ ગડાંત, લગ્ન ગડાંત, માતૃપિતૃ નિધન દિવસ (શ્રાદ્ધ દિવસ), જન્મ નક્ષત્ર, જન્મ તિથિ, જન્મ વાર, મુળ, અશ્વિની, રેવતી, ભરણી, મઘા નક્ષત્ર સંધિ, વૈઘૃતિ,વ્યતિપાત, ગ્રહણનાં દિવસો, ત્રિકાળ સંધિ, વ્રતના, યજ્ઞના, ઉપાસનાનાં દિવસે, નવરાત્રિ, શ્રાદ્ધના દિવસો વગેરે. આવા અયોગ્ય દિવસે કરેલા ગર્ભાધાનના ફ્ળ સ્વરુપ અનિષ્ટ કાળે બાળકનો જન્મ થાય છે. આવા બાળકો - માતા પિતા તથા બાળક ત્રણેને કષ્ટકારક છે, અને એના આર્થિક, શારિરીક, માનસિક, દૈવિક, પ્રાકૃતિક, ભૌતિક, આઘ્યાત્મિક કષ્ટો સહુએ ભોગવવા પડે છે. એનાથી બચવા આ વિધિ કરવામાં આવે છે.
ગ્રહણ દોષ એ કુંડળી માં રાહુ અથવા કેતુ સૂર્ય અથવા ચંદ્ર સાથે હોય ત્યારે બને. જો સૂર્ય અને રાહુ સાથે હોય તો “ગ્રહણ યોગ” થાય જેની વિધિ માં સૂર્ય+રાહુ ની પૂજા અને આહુતિ નો ક્રમ છે.હવે એનો અર્થ એ થયો કે જાતક પૂર્વ જન્મ માં પિતા, રાજ્ય, મોટાભાઈ, દેશ, સરકારી કર્મચારી, વગેરેનો અપમાન અથવા અવિવેકી વર્તન હોય જેથી આ દોષ બને. તેમજ જો જાતક ના પિતા પોતાના પિતા સાથે અથવા રાજ્ય સાથે અથવા સમાજ સાથે વિખવાદ ચાલતો હોય તો તે બાબત નો શ્રાપ લાગી આ દોષ બને.
ગાયના મોઢા માં થી જન્મ કરાવવો.અશુભ ગણાતા 3 નક્ષત્ર ( આશ્લેષા,મૂળ,જ્યેષ્ઠા ) માં જાતક નો જન્મ હોય તો એનો જન્મ ફરી કરવાની વિધિ છે. જેમાં જાતક ના માતા પિતા એ આવિધિ કરાવવી જોઈએ જેથી જાતક ને 8 વર્ષ સુધી ના શારીરિક કષ્ટ માંથી રાહત મળે.
જે જાતક નો જન્મ મૂળ નક્ષત્ર માં થયો હોય તેના માટે જયારે ગોચર માં ચંદ્ર મૂળ નક્ષત્ર માં હોય ત્યારે આ વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ને મુખ્યત્વે તાવ એમાં પણ શરદી થી થનારી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં મૂળ ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.
જે જાતક નો જન્મ જ્યેષ્ઠા નક્ષત્ર માં થયો હોય તેના માટે જયારે ગોચર માં ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્ર માં હોય ત્યારે આ વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ના માતા પિતા ને મુખ્યત્વે આર્થિક સમસ્યા અને ગુપ્ત રોગો તેમજ હૃદય એટલે શ્વાસ ને લગતી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં જ્યેષ્ઠા નક્ષત્ર ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.
જે જાતક નો જન્મ આશ્લેષા નક્ષત્ર માં થયો હોય તેના માટે જયારે ગોચર માં ચંદ્ર આશ્લેષા નક્ષત્ર માં હોય ત્યારે આ વિધિ થાય.આ વિધિ કરવાથી જાતક ને મુખ્યત્વે ચામડી ના ચેપ લાગવાથી થનારા એમાં પણ માનસિક થનારી વ્યાધિ માંથી રાહત મળે છે. જેમાં આશ્લેષા ના અધિપતિ દેવતા સાથે પાંચ દેવ પૂજા કરી અભિષેક કરવામાં આવે છે.
જેનો જન્મ મઘા નક્ષત્રમાં થયો હોય તેને કરાવવી પડે છે. બાર રાશિમાં સત્તાવીસ નક્ષત્રનો સમાવેશ થાય છે. તેમાં ૧૨૦ અંશે રાશિ અને નક્ષત્ર બંને એવા સ્થાને પહોંચે છે જ્યાં રાશિ અને નક્ષત્રની સંધિ થાય છે. માટે અશ્વિની, મઘા, મુલ, આશ્લેષા, જયેષ્ઠા, રેવતી નક્ષત્રને ગંડમુલ નક્ષત્ર કહેવાય છે. આપણે જાણીએ છીએ કે સંધ્યા સમયે આસુરી શક્તિ બળવાન હોય છે માટે આ સમયે જન્મેલા બાળકમાં આસુરી વૃત્તિ વધારે હોય છે. જેનાથી સમાજને અને પરિવારને નુકસાન ન થાય એ માટે આ નક્ષત્રની શાંતિ કરાવવી જરૂરી બને છે.
તમને લઘુરુદ્રી, નવચંડી, લક્ષ્મીયાગ કે એવા કોઈ યજ્ઞ કરાવવાની ઈચ્છા છે? તમારે માતાપિતા કે સ્વજનોનું શ્રાદ્ધ કરાવવું છે? જન્મના યોગોને કારણે કાલસર્પયોગ, નવગ્રહ શાંતિ કે નક્ષત્રશાંતિ કરાવવી છે? જન્મ સમયના ગ્રહોને કારણે થતા નુકસાનથી બચવા એક વાર અવશ્ય મળો.