if (!window.top.location.href.startsWith("https://vijaybhaipanditji.com/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Shri Vijaybhai Purohit (પંડીતજી)

જ્યોતિષાચાર્ય, ડબલ ગોલ્ડ મેડલિસ્ટ (MSU)
201/B, Sneh-Sudha, Opp. Sur Sagar
Dandia Bazar, Vadodara - 390001 INDIA
Phone: +91-98252-21513
શ્રી વિજયભાઈ પંડીતજી
શૈક્ષણિક લાયકાત, એમનો બહોળો અનુભવ તથા એમનો આધ્યાત્મિક પરિચય

શ્રી વિજયભાઈ પુરોહિત, જેમને અધિકતર લોકો પંડિતજીના નામે ઓળખે છે, એક બહુવિધ આયામ ધરાવતું વ્યક્તિત્વ છે. જ્યોતિષ, કર્મકાંડ, વાસ્તુ કે જન્માક્ષરના ક્ષેત્રમાં એમનું નામ આદરથી લેવાય છે. ખાનદાની સંસ્કારી અને અધ્યાત્મિક કુટુંબમાં પંડિતજીનો જન્મ થયો છે. તેઓ પાંચ ભાઈ-બેનોના પરિવારમાં ચોથું સંતાન છે. પંડિતજીના પિતાજી જયેન્દ્રભાઈ શાળામાં પ્રિન્સિપાલ હતા. તેમના માતુશ્રી મા જગદંબાના અનન્ય ભક્ત હતા.

શાળાના દિવસોથી જ પંડિતજીને જ્યોતિષ શાસ્ત્રમાં રસ હતો. તેઓ એમની કિશોરાવસ્થામાં સંતોના સાન્નિધ્યમાં રહેતા હતા. શાળાકીય અભ્યાસક્રમ પછી તેમણે એમની રુચિને સંતોષવા જ્યોતિષ શાસ્ત્રનો ગહન અભ્યાસ કરવાનું નક્કી કર્યું. તેના પરિણામે તેમણે ૧૯૮૫માં જ્યોતિષ વિશારદ, ૧૯૮૮માં જ્યોતિષ શાસ્ત્રી અને ૧૯૯૦ માં જ્યોતિષ આચાર્યની પદવી પ્રાપ્ત કરી. ઉલ્લેખનીય છે કે તેમને અભ્યાસકીય ઉપલબ્ધિ માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી બે વાર સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયો. આ ઉપરાંત તેમણે કાશીની સંપૂર્ણાનંદ વિશ્વ વિદ્યાલય ખાતેથી જ્યોતિષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો તથા ગુજરાત સરકારના જ્યોતિષ વિભાગ તરફથી લેવામાં આવતી શ્રાવણ માસ દક્ષિણા પરીક્ષા પણ પાસ કરી. અભ્યાસ સંપૂર્ણ કર્યા બાદ તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલયમાં પાંચ વરસ સુધી પ્રાધ્યાપક તરીકે સેવા આપી, જે દરમ્યાન તેમણે છાત્રોનો અનહદ પ્રેમ અને આદર પ્રાપ્ત કર્યો.

ઈ.સ. ૧૯૯૦માં પંડિતજીએ પોતાના બહોળા અનુભવજ્ઞાનનો લાભ જનસમાજને મળે એ હેતુથી મા સર્વેશ્વરી જ્યોતિષ કાર્યાલયની સ્થાપના કરી. કોમ્પ્યુટર થકી આધુનિક વિજ્ઞાનની ગણતરીની ચોકસાઈ અને જ્યોતિષ શાસ્ત્રના પૌરાણિક જ્ઞાનનો સંગમ કરીને તેમણે જન્માક્ષર બનાવવાનો તથા જ્યોતિષ, વાસ્તુ અને અધ્યાત્મનો સંગમ કરી માર્ગદર્શન આપવાનો પ્રારંભ કર્યો. આજે દેશવિદેશમાં એમનો બહોળો પ્રસંશક વર્ગ છે. શુદ્ધ સંસ્કૃત ઉચ્ચારો, વિધિ કરતી વખતે યજમાનને તથા અન્ય ઉપસ્થિત શ્રોતાઓને અર્થ સમજાવવાનો સંનિષ્ઠ પ્રયાસ, તથા ભાવપૂર્વક કરવામાં આવતી વિધિને કારણે એમના યજમાનો શુભાશુભ પૂજનવિધિઓ માટે એમનો જ આગ્રહ રાખે છે.

પંડિતજીના સંપર્કમાં આવનારા ઘણાં એમની આધ્યાત્મિક ઊંચાઈથી અણજાણ છે. હકીકતમાં પંડિતજી એક સારા જ્યોતિષી, કર્મકાંડી હોવાની સાથે સાથે આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા મહાપુરુષ છે. એમણે ભારતના વિવિધ તીર્થક્ષેત્રો અને સાધનાના હેતુથી ઋષિમુનિસેવિત હિમાલયના પુણ્યપ્રદેશનો અવારનવાર પ્રવાસ કરેલો છે. તેઓ અનેક જાણીતા અને ઓછા જાણીતા સંતો અને સિદ્ધોને મળી ચુક્યા છે. એમને ધ્યાન, જાગ્રત કે સ્વપ્નાવસ્થામાં અનેકવાર મહાપુરુષો અને ઈશ્વરના વિવિધ સ્વરૂપોનું દર્શન થયેલું છે. જોકે તેઓ પોતાની આધ્યાત્મિક પ્રગતિનો બધો શ્રેય એમના સદગુરુ પૂજ્ય શ્રી યોગેશ્વરજી અને પૂજ્ય મા સર્વેશ્વરીને આપે છે.

પંડીતજીનું મોહક સ્મિત અને એમના મુખમંડળની આભા કોઈને પણ આકર્ષિત કરે એવી છે. એમની સાથે થોડો સમય ગુજારવો એ જીવનનો અવિસ્મરણીય લ્હાવો છે.

Panditji's expertise

જ્યોતિષ

કર્મ કાંડ

જન્માક્ષર

વાસ્તુ શાસ્ત્ર

Vijaybhai Purohit 'Panditji'

Shree Vijaybhai Purohit, popularly known as Panditji is a respected name in the field of Astrology, Horoscope, Karma Kand and Vastu all over India and abroad. Born in a highly religious and cultured Brahmin family, Panditji is 4th of five siblings. Panditji's father Jayendrabhai was School Principal and his mother was an ardent devotee of Mother Goddess.

From his school days, Panditji was interested in Astrology. He used to spend time with Saints of Niranjani Akhada. When he finished schooling, he decided to pursue his interest in Astrology. He has passed Jyotish Vishard in 1985, Jyotish Shastri in 1988 and Jyotish Acharya in 1990 with first class. He also secured two Gold Medals from the department of Astrology, Sanskrit Mahavidyalaya, M S University, Baroda. Thereafter, Panditji cleared Astrology exam from Sampurnanand Vishvavidyalaya of Banaras Kashi and 'Shravan mas Daxina exam' from department of Astrology, Gujarat Government. After completing his education, Panditji joined the department of Astrology, M. S. University as a Professor and served for 5 Years, where he received immense love and admiration from his students.

In 1990, Panditji decided to share his vast knowledge so he started astrology consulting under the auspices of 'Maa Sarveshwari Jyotish Karyalay'. His timely and correct predictions using ancient wisdom and modern technology bore results. His clientele grew manifold. Today, his counseling is sought after from all over the globe, especially from US, UK, Canada and Australia besides pan India. His beautiful Sanskrit diction, emotional involvement during rituals and desired results from havans, poojas and other rituals have satisfied his clientele at large.

Not many people know that besides being an authentic and qualified Astrologer, Panditji is deeply rooted in spirituality. He has traveled length and breadth of India and have performed penance in the holy Himalayas and banks of river Narmada to quench his spiritual thirst for self realization. He has met many known and unknown saints, sages and siddhas in person, in meditation or in state of dream. He humbly dedicates his fame and glory to his Guruji, Pujya Yogeshwarji and Pujya Maa Sarveshwari. It is once in a lifetime opportunity to meet Panditji face-to-face. His infectious smile, his aura and simplicity is magical.

આધ્યાત્મિક માર્ગદર્શન

પંડીતજી એક સારા જ્યોતિષી, કર્મકાંડી બ્રાહ્મણ કે વાસ્તુ નિષ્ણાત હોવાની સાથે સાથે આધ્યાત્મિક રીતે આગળ વધેલા મહાપુરુષ છે. સાધના માર્ગે તમને મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન માટે એમનો માર્ગદર્શન મેળવો. એમની સાથે એક વખતનો સત્સંગ તમારા જીવનનો અવિસ્મરણીય લહાવો બની જશે.

સંપર્ક કરો

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.