Shri Vijaybhai Purohit (પંડીતજી)

જ્યોતિષાચાર્ય, ડબલ ગોલ્ડ મેડલિસ્ટ (MSU)
201/B, Sneh-Sudha, Opp. Sur Sagar
Dandia Bazar, Vadodara - 390001 INDIA
Phone: +91-98252-21513
વિવિધ રાશિના જાતકો
રાશિનો પ્રભાવ વ્યક્તિ પર કેવી રીતે પડે છે

જન્મના આધાર પર રાશિઓનું નિર્ધારણ થાય છે અને રાશિ મુજબ સ્વભાવનું. જ્યોતિષ શાસ્ત્ર પોતાનામાં જ ખૂબ જ અનોખી અને અદભૂત વિદ્યા છે. કોઇ વ્યક્તિને જોયા વિના, તેને જાણ્યા વિના, તેના વિષયમાં એક-એક વાતની જાણકારી પ્રાપ્ત કરવી અને તે પણ માત્ર તેની જન્મ કુંડળીના આધાર પર. હકીકતમાં તો આ બધી વાતો અવિશ્વસનીય છે, પરંતુ વિશ્વાસ ત્યારે આવી જાય છે જ્યારે એક-એક વાત સાચી નીકળે છે. કુંડળી અને તમારી ડેટ ઓફ બર્થ, સમય વગેરેના આધાર પર કરવામાં આવેલી ભવિષ્યવાણી માત્ર બે વાતોથી જ ખોટી સાબિત થઇ શકે છે. પહેલી વાત જો તમે તમારા જન્મનો સમય અને તારીખ સરખી રીતે ના જાણતાં હોવ, બીજી વાત જે જ્યોતિષાચાર્યની પાસે તમે જાવ છો તેને વિદ્યાનું અલ્પ જ્ઞાન હોય. (સાભાર - દિવ્ય ભાસ્કર)

પોતાને જ બેસ્ટ માને છે મેષ રાશિના જાતક. મેષ રાશિના લોકો પોતાને સૌથી ઉપર સમજે છે. આ લોકો કોઇપણ વ્યક્તિને પોતાની આગળ ઉભા રહેવા લાયક સમજતા નથી. આ રાશિના જાતકોમાં ઇગો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ માટે જો કોઇ અન્ય વ્યક્તિ તેમને કંઇપણ એવું કહે જે તેમને સાંભળવું પસંદ ના હોય તો તેમનો ઇગો ખૂબ જ હર્ટ થાય છે. ઇગોને કારણે આ રાશિના જાતક નાની વાતને મોટી કરવામાં માહેર હોય છે.

મેષ રાશિના લોકો ખોટી વાતને ખોટી અને સાચી વાતને સાચી કહેવામાં ક્યારેય ગભરાતા નથી. આ લોકોને આ વાતથી કોઇ જ ફરક પડતો નથી કે, કોણ તેમની માટે શું વિચારી રહ્યું છે. આ રાશિના જાતકો કોઇપણ પરિસ્થિતિમાં અન્યાયને સહન કરી શકતાં નથી. જોકે, આ જાતકોને ઘણીવાર પોતે કરેલાં કાર્યો પર પછતાવો પણ થાય છે પરંતુ કહેવાય છે ને કે, સમય જતાં રહ્યા પછી પછતાઇને કોઇ ફાયદો નથી.

વૃષભ રાશિના જાતક ખૂબ જ લોભી હોય છે. વૃષ રાશિના લોકો આળસું હોવાની સાથે-સાથે એટલાં લોભી હોય છે કે, અન્ય લોકોને તેમનાથી દૂર રહેવું જ પસંદ હોય છે. લાલચ આ રાશિના જાતકોને પાગલ કરી દે છે અને સાથે જ આ લોકો દુનિયાના દરેક પ્રકારની લક્ઝરી અને સુખ મેળવવા માંગે છે.

વૃષભ રાશિના લોકો જિદ્દી અને સખ્ત મિજાજના હોય છે. તમે કહીં શકો છો કે, એક મનુષ્ય જેટલો સખ્ત હોઇ શકે છે વૃષભ રાશિના લોકો એટલાં જ સખ્ત હોય છે. ભલે તે મહિલા હોય કે, પુરૂષ, જો તે આ રાશિના છે તો તે પોતાની રાય અને માન્યતાઓને લઇને ઘણા જિદ્દી હોય છે. તેમને પોતાના કમફર્ટ અને સન્માનની સામે કોઇ અન્ય વસ્તુ જોવા મળતી જ નથી. તમે એક વૃષભ વ્યક્તિની સામે ભલે ગમે તેટલાં હાથ-પગ જોડી કેમ ના લોક પરંતુ જે જગ્યા કે વસ્તુ તેમને પસંદ ના હોય તમે તેને ક્યારેય તે વસ્તુ કે જગ્યા માટે મનાવી શકતાં નથી.

મિથુન રાશિના જાતક કોઇપણ વ્યક્તિની વાત સાંભળવાનું પસંદ કરતાં નથી. જો તમારો કોઇ મિત્ર મિથુન રાશિનો છે અને તે તમારી વાતને ધ્યાનથી સાંભળી રહ્યો છે અને સમજી રહ્યો છે તો તે તમારી માટે આશ્ચર્યની વાત હશે. કારણ કે, મિથુન રાશિના લોકો વાત કરવાનું તો જાણે છે, પરંતુ તેને સાંભળવાનું તે જરાય પસંદ કરતાં નથી. મિથુન રાશિના લોકો પોતાની ઇન્ટિમેન્ટ સીક્રેટ્સને પણ ગોસિપ ટેબલ પર શેયર કરવાથી નથી પાછળ હટતાં.

આ રાશિના લોકો સમયની કિંમતને જાણતાં નથી હોતાં, આ લોકોને તમે ક્યારેય તમારા ટાઇમ પર મેળવી શકતાં નથી. આ લોકોને પરિવર્તન ખૂબ જ પસંદ હોય છે, લગભગ આ રાશિના લોકો કંન્ફ્યૂઝ રહેતાં હોય છે. ત્યારે જ તેઓ એક જોબ, એક સ્થાન ત્યાં સુધી એક જીવનસાથીની સાથે પણ તે લાંબા સમય માટે ટકી શકતાં નથી. આ લોકો કંઇ પણ કરી શકે છે અને આ જાતકોમાં ઇમેજિનેશન પાવર ખૂબ જ વધારે હોય છે.

વિતેલાં સમયમાં જીવે છે કર્ક રાશિના જાતક. કર્ક રાશિના લોકો જરૂરિયાથી વધારે સારા હોય છે. પરંતુ તેમની એક ખામી હોય છે જેને ખામી કહી શકાય નહીં. તમારી પર નિર્ભર કરે છે કે, તમારી માટે તે ખામી છે કે નહીં. કર્ક રાશિના લોકો ઇમોશનલી સ્ટેબલ હોતા નથી, તેમને મદદની ખાસ જરૂરિયાત હોય છે અને તે કોઇપણ વાતને અથવા કોઇ વ્યક્તિને ભૂલતાં નથી. ભુતકાળમાં જીવવું તેમની આદત હોય છે. ક્યારક-ક્યારેક નાની-નાની વાતો પર પણ તેઓ ગુસ્સે થઇ જાય છે.

કર્ક રાશિના લોકો ખૂબ જ વધારે સંવેદનશીલ હોય છે, જેટલી વધારે સંવેદના તેટલી જ વધારે નિરાશા. આ રાશિના લોકો આંતરિક દ્રષ્ટિએ ખૂબ જ નિરાશાવાન હોય છે. દુનિયાને તેમનો એક અલગ જ ચહેરો જોવા મળે છે પરંતુ વાસ્તવિક રૂપથી આ લોકો નિરાશાના સાયામાં હમેશાં ઘેરાયેલાં રહે છે. આ જાતકોની અંદર એક અજીબ ભય દરેક સમયે રહે જ છે. કર્ક રાશિના લોકો ખૂબ જ મૂડી હોય છે, જો વિના કોઇ કારણ કોઇ વ્યક્તિ તમારી સાથે વિવાદ કરે કે, ઝગડો કરે તો સમજી લેવું તે કર્ક રાશિ સિવાય કોઇ અન્ય વ્યક્તિ નહીં હોય. જોકે, આ જાતકો તમારાથી નહીં પરંતુ તેમના જીવનથી જ નિરાશ રહે છે.

સિંહ રાશિના જાતકથી દૂર રહેવું જ સારું માનવામાં આવે છે. સિંહ જેવું ખતરનાક જાનવર કેવું હોઇ શકે છે? આ રાશિના લોકોની ફાયર લાઇને ક્યારેય ક્રોસ કરવાની ભૂલ કરવી નહીં, આ રાશિના જાતકોને તેમની સીમામાં કોઇપણ અન્ય વ્યક્તિનો પ્રવેશ પસંદ હોતો નથી.

ધનને કઇ રીતે અને કેટલી ઝડપી બર્બાદ કરી શકાય છે તે માત્ર અને માત્ર સિંહ રાશિના વ્યક્તિ જ જાણે છે. આ જાતકોના ખર્ચ અસીમિત હોય છે અને સાથે જ તેમને આ વાતથી કોઇ જ ફર્ક નથી પડતો કે, તેમની કોઇ સેવિંગ નથી. જો તમે કોઇ આવા વ્યક્તિ સાથે વિવાહ કરવાનું વિચારી રહ્યા છો જે સિંહ રાશિ સાથે સંબંધ ધરાવે છે તો એક વાત તમારે દિમાગમાં બેસાડી લેવી જોઇએ કે, સિંહ રાશિના લોકો માટે સંબંધોમાં સ્પેસનો કોઇ અર્થ છે જ નહીં.

કન્યા રાશિના જાતકોની ચિકની-ચુપડી વાતોમાં ન આવવું. કન્યા રાશિના લોકોને મીઠી-મીઠી વાતો પર વિશ્વાસ ન કરવો જોઇએ. જો આ લોકો તમને એવું કહે કે, તેઓ તમને પસંદ કરે છે તો તેને એક જ વારમાં સત્ય સમજવાની ભુલ કરવી નહીં અને અન્ય લોકોની વાતોમાં વચ્ચે પડવું તેમની આદત હોય છે જેનાથી તેમના મિત્રો ખૂબ જ પરેશાન થાય છે.

કન્યા રાશિ ધરાવનાર વ્યક્તિને ક્યારેય પોતાની અંદર કોઇ ખામી નજર આવતી નથી અને આ જ તેમની સૌથી મોટી ખામી પણ છે. આ જાતકોને પોતાની આલોચના સાંભળવી બિલકુલ પસંદ નથી, અને જો ભુલથી કોઇ કંઇ કહીં પણ દે તો આ લોકોને કોઇ ફર્ક પડતો નથી. કન્ય રાશિના લોકો ચૂપ રહેવું વધારે પસંદ કરે છે, આ લોકોના હ્રદયની વાતને કોઇ જાણી શકતું નથી.

જિદ્દી અને ગુસ્સાવાળા હોય છે તુલા રાશિના લોકો. તુલા રાશિના લોકો વસ્તુને યોગ્ય તાલમેલમાં રાખવા માટે ઓળખાય છે પરંતુ તેઓ ખૂબ જ જિદ્દી પણ હોય છે. આ રાશિના લોકો કોઇપણ પ્રકારની અપ્રામાણિકતા પસંદ કરતાં નથી અને ગુસ્સામાં પાગલ થઇ જાય છે.

તુલા રાશિના લોકો ખૂબ જ વધારે આળસું માનવામાં આવે છે. ઘણા દિવસો સુધી આ લોકો બસ પ્લાન બનાવતા રહે છે અને અંતમાં પોતાની આળસને કારણે તેઓ પોતનો પ્લાન પૂર્ણ કરી શકતાં નથી. આ લોકો યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેવામાં પણ પાછળ રહી જાય છે.

બદલાની વૃત્તી ધરાવતા હોય છે વૃશ્ચિક રાશિના લોકો. વૃશ્ચિક રાશિના લોકો જોકે, સામાન્ય રીતે સારા જ માનવામાં આવે છે પરંતુ આ જાતકોમાં એકવાતની ખામી હોય છે કે, તેઓ ક્યારેય કોઇની ભુલને માફ કરી શકતા નથી. આ રાશિના લોકો કોઇપણ કિંમત પર બદલો લેવાનું નક્કી કરે તો બદલો લઇને જ રહે છે.

વૃશ્ચિક રાશિના લોકો કોઇપણ વ્યક્તિને એટલું જલ્દી ભૂલી નથી શકતાં અને એટલું જલ્દી કોઇ વ્યક્તિને માફ પણ નથી કરી શકતાં. જો કોઇ તેમની સાથે ખરાબ વ્યવહાર કરે છે તો તે તેમની સાથે બદલો લેવા માટે કોઇપણ હદ સુધી જઇ શકે છે. સત્ય ભલે ગમે તેવું કડવું હોય પરંતુ વૃશ્ચિક રાશિના વ્યક્તિ સત્ય કહેવું અને સત્યને સાંભળવું જ વધારે પસંદ કરે છે.

વચન તોડવામાં માહેર હોય છે ધન રાશિના લોકો. ‘વચન તોડવા માટે જ લેવામાં આવે છે’, આ કહેવત જરૂર ધન રાશિના જાતકે જ સૌથી પહેલાં કહી હશે. પોતાની લાઇફમાં રોમાન્ચ લાવવા માટે આ રાશિના લોકો કોઇપણનું હ્રદય તોડવાથી પાછા હટતાં નથી. જોકે, તે વાતનો પછતાવો તેમને પાછળથી જરૂર થાય છે.

ધન રાશિના વ્યક્તિ જો પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત નથી અને તેમને પોતાના નિકટના લોકો માટે કંઇ જ કરવું નથી તો તે એક ખૂબજ સારો જુગારી હશે. જુગાર રમવાનું સ્થાન અને ધન રાશિના જાતકો કંઇક એવી રીતે આકર્ષિત કરે છે જેમ મધને જોઇને માખી આકર્ષિત થાય છે. તેઓ એ નથી વિચારચા કે કેટલું નુકસાન થશે, તેમને માત્ર જુગાર રમવો છે તો તે રમશે જ. આ જ તેમની સૌથી મોટી નબળાઇ સાબિત થાય છે.

સ્વાર્થી હોય છે મકર રાશિના લોકો. મકર રાશિના વ્યક્તિ બહારથી તો ઘણા સીધા-સાદા દેખાય છે પરંતુ તેમાં જે સૌથી ખરાબ આદત હોય છે તે તેમનો સ્વાર્થી હોવું માનવામાં આવે છે. પોતાના ફાયદા માટે મકર રાશિના લોકો કોઇપણ હદ્દ સુધી જઇ શકે છે.

મકર રાશિના લોકો દેખાડે જરૂર છે કે, દુનિયા તેમની વિશે કેવું વિચારે છે, પરંતુ તેમને કોઇ જ ફર્ક પડતો નથી. પરંતુ અંદરને અંદર આ લોકો પોતાના વખાણ સાંભળવા માટે તડપતાં રહે છે. આ જાતકોને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ પસંદ હોય છે અને આવા લોકોને પોતાની આલોચના સાંભળવી જરાય પસંદ આવતી નથી.

પીઠ પાછળ ખરાબ બોલવામાં માહેર હોય છે કુંભ રાશિના જાતકો. કુંભ રાશિના જાતકોને નેમ અને ફેમની ખૂબ જ ઇચ્છા હોય છે. આ રાશિના લોકો પીઠ પાછળ બોલવામાં ખૂબ જ આગળ પડતાં હોય છે અને મોટાભાગે તમે આ રાશિના જાતકોને આવું કરતાં જોઇ પણ શકો છો. જોકે, ઘણીવાર આ ભુલ તેમનાથી અજાણ્યા જ થઇ જાય છે.

જો તમે કોઇ કુંભ રાશિના વ્યક્તિના પ્રેમમાં પડી ગયા છો તો જરાક સાવધાન રહેવું કારણ કે, કુંભ રાશિના જાતકો ક્યારેય કોઇ એક વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થઇને રહી શકતાં નથી. એક સમય પછી આ લોકોને નવા સાથીની શોધ રહે જ છે, આ લોકોની ઇચ્છા હોવા છતાં પણ તેઓ કોઇ એક વ્યક્તિ સાથે નિર્ધારિત સમય પછી રહી શકતાં નથી.

દગાબાજ અને જિદ્દી હોય છે મીન રાશિના લોકો. મીન રાશિના લોકો જોકે, ખૂબ જ સ્વીટ જોવા મળે છે, પરંતુ તેમના હ્રદયમાં શું ચાલી રહ્યું છે તે લગભગ કોઇ જાણી શકતું નથી. આ રાશિના લોકો ખૂબ જ દગાબાજ સાબિત થઇ શકે છે. ઘણીવાર તેઓ પોતાની પસંદગીની વસ્તુઓ મેળવવા માટે બાળકો જેવી જીદ્દ પણ કરે છે.

મીન રાશિના જાતકોને સમસ્યાઓમાં ફસાવાની જગ્યાએ તે સમસ્યાથી ભાગવામાં તેમને મજા આવે છે. આ વ્યક્તિઓ કોઇપણ વાતને ખૂબ જ સકારાત્મક દ્રષ્ટિથી લે છે, તેમની દુનિયાને જોવાની એક નવી નજર હોય છે. ખોટું બોલવું આ લોકોને જરાય પસંદ આવતું નથી.

તમારે તમારું રાશિ ભવિષ્ય જાણવું છે

તમારી રાશિ પ્રમાણે તમારે કયી વસ્તુ કરવી જોઈએ, અને કયી ન કરવી જોઈએ. તમને શેનાથી ફાયદો થશે અને શેનાથી નુકસાન, વિગેરે વસ્તુઓ જાણવા માટે ...

સંપર્ક કરો